દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના બામરોલી ગામેથી સાગટાળા પોલીસે એક ઈક્કો ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂનો રૂપીયા ૨,૫૩,૩૨૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપીયા ૫,૦૮,૩૨૦ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે ગતરોજ દેવગઢ બારીઆની સાગટાળા પોલીસને મળેલ બાતમીના આધારે સાગટાળા પોલીસે બામરોલી ગામ તરફ રસ્તા પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરી રહી હતી તે સમયે ત્યાંથી બામીતમાં દર્શાવેલ એક ઈક્કો ફારે વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાં ગાડીમાં સવાર ચાલક બુલભાઈ ધીરસીંગભાઈ પટેલ (રહે.પીપલોદ, માતાના વડ ફળિયું, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ)ની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવા�
Dohad, Dahod | Oct 5, 2026