સરકારી આઈ.ટી.આઈ. દાહોદ ખાતે 'વિકસિત ભારત અને પોષણ માસ' અંતર્ગત વિશેષ સેમિનાર યોજાયો
સરકારી આઈ.ટી.આઈ. દાહોદ ખાતે તાલીમાર્થી બહેનો માટે દેશના વિકાસમાં મહિલાઓનું યોગદાન, કિશોરીઓની આરોગ્ય સુરક્ષા તથા પોષણના મહત્વ પર આધારિત એક વિશેષ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાની ૧૫૦ જેટલી તાલીમાર્થી બહેનો અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સેમિનારના પ્રથમ સત્રમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત મુંબઈની હિન્દુજા કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રશ્મિ મૌર્યએ 'વિકસિત ભારતમાં મહિલાઓની ભૂમિકા' વિષય પર વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે, દેશને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવામાં મહિલાઓનું યોગદાન અનિવાર્ય છે. ટેકનિકલ ક્ષેત્રે બહેનો આગળ વધીને રાષ્ટ્રના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપી શકે છે.
બીજા સત્રમાં આઈ.સી.ડી.એસ. દાહોદના પ્રોગ્રામ ઓફિસર ડો. સુધીર જોશીએ સરકારની 'નવ્યા ૨.૦' (NAVYA 2.0) યોજના અંગે વિગતવાર માહિતી પૂરી પાડી
Dohad, Dahod | Oct 5, 2026