દાહોદ DRDA કચેરી ખાતે ICDS વિભાગ દ્વારા ‘તંદુરસ્ત કિશોરી સ્પર્ધા ૨૦૨૬’માં વિજેતા થયેલ કિશોરીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયુ
દાહોદ સ્થિત DRDA ખાતે આઈ.સી.ડી.એસ. (ICDS) વિભાગ દ્વારા ‘તંદુરસ્ત કિશોરી સ્પર્ધા ૨૦૨૬’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કિશોરીઓમાં આરોગ્ય અને પોષણ પ્રત્યે જાગરૂકતા વધારવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સમગ્ર દાહોદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ જિલ્લા મહિલા અને બાળ વિકાસ તથા યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેનશ્રી ડો. રોશનીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સ્પર્ધા દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર અને વિજેતા બનેલી કિશોરીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર શ્રી સુધીર જોશી, મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી રોહન ચૌધરી, દાહોદ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ તેમજ જિલ્લાના તમામ સી.ડી.પી.ઓ., ખાસ ઉપસ્
Dohad, Dahod | Oct 5, 2026