દાહોદ શહેરમાં ભરચક એવા સ્ટેશન રોડ વિસ્તારમાંથી એએનએડબલ્યુ (એન્ટી નાર્કાેટીક્સ વીંગ)ની ટીમ દ્વારા એક મહિલા પાસેથી ૮.૯૪૫ કિલો ગ્રામ વજનનો રૂપીયા ૧,૩૪,૧૭૫ની કિંમતનો માદક પદાર્થ અફિણના ઝિંડવા (પોષડોડા)ના જથ્થા સાથે મહિલાને ઝડપી પાડવામાં આવી હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં નશાબંધીના ચુસ્ત અમલ વચ્ચે અને નશીલા પદાર્થાેની બદી સદંતર નેસ્તનાબુદ કરવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે ગતરોજ દાહોદની એએનએડબલ્યુ (એન્ટી નાર્કાેટીક્સ વીંગ)ની ટીમને મળેલ બાતમીના આધારે પોલીસ દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ ભગીની સમાજ બીરસા મુંડા સર્કલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળી હતી ત્યારે ત્યાં શંકાસ્પદ થેલાઓ સાથે એક મહિલા નજરે પડતાં પોલીસે તેમની નજીક જઈ મહિલા કમલીબેન લખીયા ઉર્ફે લક્ષ્મણભાઈ રાઠોડ (રહે.કલ્યાણપુરા, અંબિકા ચોક, તા.જિ.ઝાબુઆ, મધ્યપ્રદેશ)ની પુછપરછ ક
Dohad, Dahod | Oct 5, 2026