દાહોદ પોલિટેકનિક કોલેજ ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો: ૧૭૫ વિદ્યાર્થીઓનું આરોગ્ય પરીક્ષણ
*૧૭૫ વિદ્યાર્થીઓની તબીબી તપાસ દરમિયાન ૯ વિદ્યાર્થીઓ સિકલ સેલ પોઝિટિવ જણાતાં જરૂરી માર્ગદર્શન અપાયું*
૦૦૦
દાહોદ,
દાહોદ પોલિટેકનિક કોલેજ ખાતે આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પરીક્ષણ અર્થે એક વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન કોલેજના કુલ ૧૭૫ વિદ્યાર્થીઓની વ્યાપક તબીબી તપાસ કરવામાં આવી હતી.
આરોગ્ય શિબિર દરમિયાન ઉપસ્થિત તમામ ૧૭૫ વિદ્યાર્થીઓનું જનરલ હેલ્થ ચેકઅપ, વજન, ઊંચાઈ તેમજ બ્લડ પ્રેશર (BP) અને બ્લડ સુગરની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત સિકલ સેલ સ્ક્રીનિંગ ટેસ્ટ દરમિયાન ૧૭૫માંથી ૯ વિદ્યાર્થીઓ સિકલ સેલ પોઝિટિવ મળી આવ્યા હતા. પોઝિટિવ નોંધાયેલા વિદ્યાર્થીઓને આરોગ્ય ટીમ દ્વારા જરૂરી તબીબી માર્ગદર્શન, કાઉન્સેલિંગ આપી આગળની સારવાર માટેની સલાહ પૂરી પાડવામાં આવી હતી.
આ કેમ્પમાં RB
Dohad, Dahod | Oct 5, 2026