દાહોદ જિલ્લામાં ૩૦૫૬ આંગણવાડી કેન્દ્રોમાં ‘આનંદ અને ઉમંગના રંગો’ ચિત્ર સ્પર્ધાનું આયોજન
દાહોદ જિલ્લામાં બાળકો અને કિશોરીઓમાં સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ તથા વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય તે હેતુસર આજ રોજ જિલ્લાના તમામ ૩૦૫૬ આંગણવાડી કેન્દ્રોમાં ‘આનંદ અને ઉમંગના રંગો’ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં આંગણવાડી કેન્દ્રોમાં આવતા બાળકો તેમજ કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આંગણવાડી કેન્દ્રો ખાતે યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં બાળકોએ પોતાની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાને રંગો દ્વારા કાગળ પર ઉતારી હતી.
બાળકોએ વિવિધ વિષયો પર સુંદર ચિત્રો દોરી પોતાની કલા અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. કિશોરીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને કલાત્મક કૌશલ્ય રજૂ કર્યું હતું.
આ પ્રકારની પ્રવૃત્તિઓના આયોજનથી બાળકોમાં સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ, એકાગ્રતા, રંગોની ઓળખ તથા સ્વઅભિવ્યક્તિ જેવા ગુણો�
Dohad, Dahod | Oct 5, 2026