સાધલી ગામે બંધ મકાનમાં ચોરી
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામની એકતા નગર સોસાયટીમાં બંધ મકાનને ચોરોએ નિશાન બનાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ચોરીની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ચોરો અને ચોરાયેલા મુદ્દામાલ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
Udhna, Surat | Aug 27, 2026