સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ દરમિયાન અચાનક ઢળી પડેલા કર્મચારી માટે CISF જવાન દેવદૂત સાબિત થયા. એપ્રન એરિયાના સ્ટાફ ગેટ પાસે ‘સ્ટ્રીમહાઉસ’ના કર્મચારી મનોજભાઈ પવારને અચાનક કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. કર્મચારી બેભાન થઈને ઢળી પડતાં પ્રોફાઇલિંગ ડ્યુટી પર તહેનાત હેડ કોન્સ્ટેબલ ચૌધરી સંજય કુમાર તાત્કાલિક દોડી આવ્યા હતા. જવાને સમય ગુમાવ્યા વિના CPR આપવાનું શરૂ કર્યું અને કર્મચારીને પ્રાથમિક મદદ પૂરી પાડી હતી. સાથી જવાનોની મદદથી કર્મચારીની સ્થિતિ સ્થિર થતાં તેમને વધુ તબીબી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જવાનની સમયસૂચકતા અને કર્મચારીને બચાવવાની આ સમગ્ર ઘટના એરપોર્ટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
सूरत इंटरनेशनल एयरपोर्ट पर ड्यूटी के दौरान अचानक बेहोश होकर गिरे एक कर्मचारी के लिए CISF जवान देवदूत साबित हुए। एप्रन एरिया के स्टाफ गेट के पास ‘स्ट्रीमहाउस’ के कर्मचारी मनोजभाई पवार को अचानक कार्डियक अरेस्ट आया। कर्मचारी के बेहोश होकर गिरते �
Udhna, Surat | Oct 3, 2026