દાહોદ સબ જેલમાં ગાંધી જયંતી નિમિત્તે વ્યસન મુક્તિ અને અહિંસા પરમો ધરમ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો
ગાંધી જયંતી નિમિત્તે દાહોદ સબ જેલ ખાતે કેદીઓમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને ગાંધીજીના વિચારોથી પ્રેરિત કરવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.દાહોદ સબ જેલ ખાતે જેલના એક બંદીવાન દ્વારા મહાત્મા ગાંધીજીનો આબેહુબ પોશાક પહેરવામાં આવ્યો હતો. ગાંધીજીની પ્રતિમા સાથે રાખીને તમામ કેદીઓ દ્વારા જેલ પરિસરમાં "ગાંધીજી અમર રહો" અને "અહિંસા પરમો ધર્મ" ના નારા સાથે ગાંધી ચિંધ્યા માર્ગે યાત્રા કાઢવામાં આવી હતી.સાથે જેલ અધિક્ષક એમ.એલ. ગમારા દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરવામાં આવી હતી. તેમણે બંદિવાનોને ગાંધીજીના જીવન મૂલ્યો સમજાવી, યુવાનો વ્યસન મુક્ત રહી સમાજના ઘડતરમાં કેવી રીતે યોગદાન આપી શકે તે વિશે માર્ગદર્શન આપ્યું હતું.
Dohad, Dahod | Oct 2, 2026