દાહોદ શહેરના વર્ડ નં. ૮ ના વનકોરવાસ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાથી નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. રસ્તાઓ પર ગંદુ પાણી ભરાવાથી રહીશોને આવવા-જવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
ગંદકી અને દુર્ગંધના કારણે સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાની વ્યાપક ભીતિ સેવાઈ રહી છે. અગાઉ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. જેથી સ્થાનિક રહીશો દ્વારા વહેલી તકે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે માંગ કરવામાં આવી છે.
Dohad, Dahod | Oct 2, 2026