દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે ડી.જે. પર નાચવા મામલે બે પક્ષો વચ્ચે થયેલ ઝઘડા તકરારમાં બે વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચવા પામી છે જ્યારે આ બંન્ને બનાવોમાં બંન્ને પક્ષો દ્વારા એકબીજાના વિરૂધ્ધમાં સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે.
લીમખેડાના પાણીયા ગામે વકીલ ફળિયામાં રહેતાં સંજયકુમાર નરવતસિંહ પટેલે નોંધાંવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, ગત તારીખ ૨૬મી સપ્ટેમ્બરના રોજ દેવગઢ બારીઆના પંચેલા ગામે રહેતાં કિર્તનભાઈ ફતેસિંગભાઈ પટેલ, સુનિલભાઈ સોમાભાઈ પટેલ, વિનોદભાઈ સુરસિંગભાઈ પટેલ, વિશાલભાઈ ગુલાબભાઈ પટેલ, સુરેશભાઈ ઈશ્વરભાઈ પટેલ અને દયાળુ વણઝારા (નાયક)નાઓએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી પીપલોદ ગામે બસ સ્ટેશન પર ઉભેલા સંજયકુમાર પટેલની પાસે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તું ડી.જે. પર કેમ નાચતો હતો, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ સંજયકુમાર પટેલને તમામે ભેગા મળી ગડદાપાટ્ટુનો માર મારી �
Dohad, Dahod | Oct 3, 2026