દાહોદ જિલ્લાના પીપલોદમાં LCB પોલીસની ખોટી ઓળખ આપી રૂ.40 હજાર પડાવ્યાની ફરિયાદ, ભયલુ દુબે સામે કાર્યવાહી
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ બજારમાં LCB પોલીસ તરીકે ઓળખ આપી રૂ.40 હજાર Google Pay મારફતે મેળવ્યાની ફરિયાદ પીપલોદ પોલીસ મથકે નોંધાઈ છે. ફરિયાદી પ્રકાશભાઈ કાંતીલાલ પટેલે પોલીસ સમક્ષ રજૂઆત કરી છે.
ફરિયાદ મુજબ, તા.1 ઓક્ટોબર 2026ના રોજ બપોરે આશરે 2 વાગ્યે પ્રકાશભાઈ પીપલોદ બજારથી રણધીકપુર રોડ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન એક વ્યક્તિએ તેમને બોલાવી અન્ય વ્યક્તિ પાસે લઈ ગયો હતો. ત્યાં પોતે LCB પોલીસ હોવાનું કહી પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરવામાં આવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફોન પર વાતચીત દરમિયાન રૂ.1 લાખની માંગ બાદ રકઝક થતાં રૂ.60 હજાર આપવાનું નક્કી થયું હતું. ત્યારબાદ પ્રકાશભાઈએ Google Pay મારફતે રૂ.20 હજારની બે ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂ.40 હજાર ચૂકવ્યા હતા. ત્રીજી રૂ.20 હજારની ટ્રાન્ઝેક્શન નિષ્ફળ ગઈ હતી.
ફરિયાદમાં ભયલુ દુબે નામનો ઉલ્લેખ છે. સમગ્ર મામ
Dohad, Dahod | Oct 3, 2026