દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના પારેવા ગામે કરોડોનાર્થે બનેલી નવીન ગ્રામ પંચાયત શોભાના ગાઠિયા સમાન.જૂની જર્જરિત ઇમારતમાં કામકાજથી ગ્રામ જનોમાં રોષ
દાહોદ જિલ્લાના પારેવા ગામમાં વહીવટી તંત્ર અને સ્થાનિક સત્તાધીશોની ઉદાસીનતાના કારણે પ્રજાના ટેક્સના નાણાંથી બનેલી નવીન ગ્રામ પંચાયતનું મકાન બિનઉપયોગી હાલતમાં પડી રહ્યું છે. વર્ષોની રજૂઆતો બાદ નવીન પંચાયતનું બાંધકામ પૂર્ણ થયું હોવા છતાં, આજદિન સુધી ત્યાં કામગીરી શરૂ કરવામાં આવી નથી. પરિણામે ગ્રામજનો અને પંચાયતની તમામ બેઠકો ગમે ત્યારે ધસી પડે તેવી ખખડધજ અને જોખમી જૂની ઇમારતમાં જ યોજાઈ રહી છે.સરપંચ અને ડેપ્યુટી સરપંચની બેદરકારીના લીધે કરોડોની ગ્રાન્ટથી બનેલી પંચાયત બેહાલ સ્થિતિમાં છે. ગામલોકોએ માંગ કરી છે કે તંત્ર આ બાબતે તાત્કાલિક પગલાં ભરી નવી પંચાયત શરૂ કરાવે, અન્યથા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
Dohad, Dahod | Oct 3, 2026