રાજ્યમાં મોટા વહીવટી તંત્રમાં ફેરફાર વચ્ચે સરકારે એક જ દિવસમાં બે IAS અધિકારીઓને ફરજિયાત નિવૃત કર્યા છે. IAS અધિકારી ગૌરવ દહિયા અને કે.રાજેશને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે. બે અધિકારીઓને ફરજિયાત નિવૃત કરાતા રાજ્યની નોકરશાહીમાં ખળભળાટ મચ્યો છે. સરકારે ‘ઓપરેશન ગંગાજળ’ અંતર્ગત એક જ દિવસમાં બે IAS અધિકારીઓને ફરજિયાત નિવૃત કરી દેતા અધિકારીઓમાં ફફડાટ છે. સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર કે. રાજેશ અને અધિક વિકાસ કમિશનર ગૌરવ દહીયાને રાજ્ય સરકારે વય નિવૃત થાય તે પહેલા જ નિવૃત કરી દીધા હતા.
#GujaratNews #IAS #KRajesh #GauravDahiya #HotlineNews