સુરત | કીર્તિ પટેલની સાથીદાર અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની ધરપકડ
ખંડણી અને આઈટી એક્ટ હેઠળના ગુનામાં ત્રણ મહિનાથી ફરાર હતી નયના બારૈયા
સુરત સેશન્સ કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા બાદ પોલીસે ઝડપી પાડી
પુણા પોલીસે નયના બારૈયાને કોર્ટમાં રજૂ કરી
કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા
ધરપકડથી બચવા નયનાએ મોબાઈલ સ્વિચ ઓફ કર્યો હોવાની પોલીસની માહિતી
ઉદયપુર, ચિત્તોડગઢ અને ખાટુશ્યામ સહિત વિવિધ સ્થળોએ રોકાઈ હોવાનો પોલીસનો દાવો
ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારની મદદથી પોલીસને નયનાનું લોકેશન મળ્યું
નયના ગુજરાત પરત ફરી સાસણગીરના એક રિસોર્ટમાં રોકાઈ હોવાની માહિતી મળી
લોકેશન કન્ફર્મ થતાં પુણા પોલીસની ટીમે રાતોરાત કાર્યવાહી કરી
સાસણગીરના રિસોર્ટમાંથી નયના બારૈયાને ઝડપી પાડવામાં આવી
આ કેસમાં કીર્તિ પટેલ અગાઉથી જેલ હવાલે હોવાનું સામે આવ્યું
નયના બારૈયાની ધરપકડ બાદ સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરાઈ
#krantisamaynews #krantisamay #surat #
Udhna, Surat | Oct 4, 2026