દાહોદ તાલુકાની ખંગેલા ચેકપોસ્ટ પરથી કતવારા પોલીસે એક પીકઅપ ડાલા ગાડીમાંથી વિદેશી દારૂનો રૂપીયા ૫,૬૦,૫૬૮ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂપીયા ૧૦,૭૦,૫૬૮ના મુદ્દામાલ સાથે પોલીસે ગાડીમાં સવાર બે ઈસમોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
કતવારા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગત તારીખ ૦૧ ઓક્ટોબરના રોજ ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક પીકઅપ ડાલુ પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને પીકઅપ ડાલુ ગાડી નજીક આવતાં પોલીસે તેમાં સવાર રામનિવાસ રામગોપાલ ગેહલોત અને તેની સાથેનો રવિભાઈ હરિરામ ગહેલોતનાઓની પોલીસે પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી પોલીસે વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ.૩૨૬૪ જેની કિંમત રૂપીયા ૫૬૦,૫૬૮ની સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપીયા ૧૦,૭૦,૫૬૮નો મુદ્દામાલ કબજે કર�
Dohad, Dahod | Oct 3, 2026