Public App Logo
Surat Crime: કામરેજના ઊંભેળ ગામેથી સિમેન્ટ ચોરીનું નેટવર્ક ઝડપાયું સુરત ગ્રામ્ય LCBએ કામરેજના ઊંભેળ ગામેથી સિમેન્ટ ચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે હરિરામ યાદવ અને અભિનંદન સૈનીની ધરપકડ કરી છે, જ્યારે સત્તુ મારવાડીને મુખ્ય માસ્ટરમાઇન્ડ ગણાવવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, સાગરીતો અને ટ્રક ડ્રાઇવરો સાથે મળી હાઇવે પરથી સિમેન્ટની ચોરી કરવામાં આવતી હતી. પોલીસે 780 નંગ સિમેન્ટની બોરીઓ, ટેમ્પો-ટ્રક સહિત કુલ ₹15.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. #surat #suratnews #suratrural #lcb #kamrej #cementtheft #cementscam #crime #policeaction #gujaratnews #breakingnews #suratcrime #hotlinenews - Udhna News