Public App Logo
સુરત: મોટા વરાછામાં નશામાં ધૂત ઈકો ચાલકે અકસ્માત સર્જ્યો સુરતના મોટા વરાછા વિસ્તારમાં રામ ચોક ખાતે દારૂના નશામાં હોવાના આક્ષેપ સાથે ઈકો કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ ચાલક કાર લઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જોકે સ્થાનિક લોકોએ તેને ઝડપી પાડ્યો હતો. લોકોએ ઈકો કારમાંથી ચાલકને બહાર કાઢી માર માર્યો હતો. ચાલક દારૂના નશામાં હોવાનું સામે આવતા લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. માર માર્યા બાદ સ્થાનિક લોકોએ 112 પર કોલ કરી પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. - Udhna News