Public App Logo
Profile Picture

prasarsandesh

@usr675222154
781Followers
0Following
સુરત ઉધના કૈલાશ નગરમાં ચાંદીની ચેન સફાઈના બહાને ઠગાઈનો આક્ષેપ. બે ઈસમોને સ્થાનિકોએ ઝડપી લીધા બાદ માર માર્યો, મહિલાએ પણ ચપ્પલથી માર માર્યો. બાદમાં બંનેને પોલીસ હવાલે કરાયા.
સુરતના ઝાંપા બજારમાં ન્યૂ ઇન્ડિયા બેકરી નજીક જાહેરમાં મારામારી, સમગ્ર ઘટના CCTVમાં કેદ. સ્થાનિકોમાં ભયનો માહોલ, અસામાજિક તત્વો સામે પોલીસ કાર્યવાહીની માંગ.
નવસારીની અંબિકા નદીમાં કથિત ગેરકાયદે રેતી ખનન સામે ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહી. પ્રથમવાર ડ્રોન સર્વેલન્સથી રેતી ચોરી પર નજર રાખી તંત્રએ કાર્યવાહી હાથ ધરી.
મુંબઈના ચેમ્બુરમાં લિફ્ટમાં ગંદકીની ફરિયાદ બાદ CCTV તપાસતા ફૂડ ડિલિવરી બોયની કથિત હરકત સામે આવી. કંપનીએ કાર્યવાહી કરી, પોલીસ ફરિયાદની તજવીજ.
નવસારી બ્રેકિંગ... ઇટાડવા ચાર રસ્તા પાસે નબીરાઓનું જોખમી ડ્રાઇવિંગ!
નવસારી શહેર નજીક ઇટાડવા ચાર રસ્તા પાસે નશાની હાલતમાં હોવાના આક્ષેપ સાથે કેટલાક વાહનચાલકોએ બેફામ ડ્રાઇવિંગ કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે.
બેફામ ડ્રાઇવિંગને કારણે અકસ્માત સર્જાતા રહી ગયો હોવાનો દાવો છે, જ્યારે હિટ એન્ડ રનની ઘટના પણ ટળી હોવાનું સામે આવ્યું છે.
ઘટનાને પગલે સ્થળ પર મહિલાઓ સહિત સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોના આક્ષેપ છે કે નશાની હાલતમાં બેફામ વાહન હંકારતા વાહનચાલકોના કારણે રાહદારીઓ અને અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મુકાય છે.
એરુ ચાર રસ્તાની ઘટના બાદ ફરી ઇટાડવા ચાર રસ્તા પાસે આવી ઘટના સામે આવતા પોલીસ કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે.
હવે સવાલ એ છે કે, જાહેર રસ્તા પર જોખમી ડ્રાઇવિંગ કરનારા સામે પોલીસ કડક કાર્યવાહી ક્યારે કરશે?
સુરતના પાંડેસરામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની દેહવ્યાપારના અડ્ડા પર રેડ, બે મહિલાઓને મુક્ત કરાવી એક આરોપીની ધરપકડ, ત્રણ આરોપી વોન્ટેડ જાહેર.
ભેસ્તાનના સાઈ પૂજન રો-હાઉસમાં શંકાસ્પદ શખ્સ CCTVમાં કેદ થયો. માથા પર ટોપી પહેરીને ફરતા શખ્સની હિલચાલથી સ્થાનિકોમાં ચિંતા. સમગ્ર મામલે પોલીસ તપાસની માંગ.
અડાજણમાં ATM કાર્ડ અદલા-બદલી કરી છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, 100થી વધુ CCTV તપાસ બાદ બે આરોપીની ધરપકડ, ₹21 હજાર રોકડ રિકવર. એક આરોપી વોન્ટેડ.
40 વર્ષીય જીતુભાઈનું ચોથા માળેથી પટકાતા મોત
પાલનપુર જકાતનાકા વિસ્તારની ઘટના
મૃતક જમીને ટેરેસ પર ગયા હતા
મૃતકને ને એક આંખે ઓછું દેખાય છે, અને એક પગ થી પણ ઓછું ચલાય છે
અચાનક નીચે પટકાતા જોરદાર અવાજ આવ્યો, તેથી પરિવારજનો તાત્કાલિક નીચે પહોંચ્યા
જોયું તો મૃતકને નીચે પડેલા હતા
ત્યારબાદ તેને સારવાર તે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા
ટૂંકી સારવાર બાદ તેમનું મોતની નીપજ્યું
પરિવારમાં એમની માતા, પત્ની અને બે બાળકો છે
હાલ તો સમગ્ર મામલે પરિવાર શોકમાં છવાયુ....
મોટા વરાછા AR મોલમાં 4 ફ્લોર પર એક યુવક યુવતીને કઈક પૂછવાના બહાને પ્રાઇવેટ પાર્ટ બતાવી રહ્યો છે તેવા CCTV ફૂટેજ સામે આવ્યા

હવે પોલીસ શું કડક કાર્યવાહી કરે તે જોવું રહ્યું....
સુરતના વેસુમાં ભગવાન મહાવીર કોલેજ નજીક કારચાલકે મંડપનું કામ કરી રહેલા મજૂરોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં અનેક શ્રમિકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે કારચાલકને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પાંડેસરામાં 108 એમ્બ્યુલન્સ ડ્રાઇવર સાથે મારામારીનો આક્ષેપ સામે આવ્યો છે. ગાડી સાઈડમાં કરવા મુદ્દે થયેલા વિવાદ બાદ રિક્ષા ચાલકે લાકડાના ફટકાથી હુમલો કર્યાનો આક્ષેપ છે. ઇજાગ્રસ્ત ડ્રાઇવર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અમદાવાદમાં લિફ્ટ બની કાળ, 14 વર્ષના બાળકનું મોત.....
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી શાંતિ શુક સોસાયટીમાં લિફ્ટની કરુણ દુર્ઘટનામાં 14 વર્ષના બાળકનું મોત થયું છે.
ધોરણ-7માં અભ્યાસ કરતો બાળક સ્કૂલેથી ઘરે આવ્યા બાદ ટ્યુશન જવા નીકળ્યો હતો. આ દરમિયાન લિફ્ટ અને દરવાજા વચ્ચે તેનું માથું ફસાઈ જતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનામાં બાળકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, લિફ્ટ લાંબા સમયથી ખરાબ હાલતમાં હતી અને યોગ્ય રીતે મરામત કરવામાં આવી નહોતી. અકસ્માત બાદ લિફ્ટની સુરક્ષા અને જાળવણીને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
🚨 સુરત RTOમાં અરજદાર સાથે ગેરવર્તનનો આક્ષેપ!

સુરતના પાલ RTOમાં પોતાનો પ્રશ્ન રજૂ કરવા પહોંચેલા એક જાગૃત નાગરિક સાથે RTO અધિકારી દ્વારા ગેરવર્તન, ગાળો આપવા અને મારપીટ કરાઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે.

નાગરિકનો સવાલ છે કે,
“પોતાનો પ્રશ્ન રજૂ કરવા માટે સરકારી કચેરીમાં આવેલા સામાન્ય નાગરિક સાથે આવું વર્તન શું કાયદેસર છે?”

આ સાથે જ સુરત RTOના સર્વરને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

જાગૃત નાગરિકનો આક્ષેપ છે કે રોજ બપોરે લગભગ 1:30 વાગ્યાના સમયે RTOનું સર્વર ડાઉન કેમ થઈ જાય છે?

શું આ ટેકનિકલ સમસ્યા છે કે તેની પાછળ કોઈ બીજું કારણ છે?

સમગ્ર મામલે નાગરિક દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને જવાબદાર તંત્ર પાસેથી સ્પષ્ટતા તથા યોગ્ય તપાસની માંગ કરવામાં આવી રહી છે.

હવે જોવાનું એ છે કે આ મામલે RTO વિભાગ શું જવાબ આપે છે?
બેંગલુરુના HSR લેઆઉટમાં ઓટો ભાડાને લઈને યુવતીઓના એક જૂથ અને ઓટો ડ્રાઈવર વચ્ચે બોલાચાલી બાદ બબાલ થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. ભાડાના મુદ્દે શરૂ થયેલો વિવાદ જોતજોતામાં ગરમાગરમીમાં ફેરવાયો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અઠવા રૂધરપુરા માછીવાડમાં 2018માં ડેમોલેશન કરાયેલા બાંધકામને ફરી ઉભું કરવાના આક્ષેપો. સ્થાનિકોએ ગેરકાયદેસર બાંધકામ અંગે મનપા સેન્ટ્રલ ઝોનમાં રજૂઆત કરી, કાર્યવાહી કરવાની માંગ કરી.
સુરતના ઉધના રામનગર વિસ્તારમાં ગણપતિ આગમન દરમિયાન થયેલી મારામારીના મામલે નવો વળાંક આવ્યો છે. બે યુવકો સામે છેડતીની ફરિયાદ બાદ ફરિયાદી પક્ષે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ વીડિયો પુરાવા રજૂ કર્યા હોવાની માહિતી છે. ત્યારબાદ વાયરલ વીડિયો અને સમગ્ર ઘટનાક્રમના આધારે ચાર ઈસમો સામે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. હવે અગાઉની ફરિયાદ અને નવી ફરિયાદ અંગે પોલીસ તપાસ કરી રહી છે. સમગ્ર મામલાની સત્યતા તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
કાપોદ્રા ચાર રસ્તા નજીક પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 2.121 કિલો ગાંજા સાથે ચાર ઈસમોને ઝડપી પાડ્યા. પોલીસે ₹1.18 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
Video 18
સુરતમાં શેર માર્કેટના નામે ₹1.10 કરોડની ઓનલાઈન છેતરપિંડીનો પર્દાફાશ, સાયબર ક્રાઈમે મહારાષ્ટ્રથી 3 આરોપીઓને ઝડપ્યા. બોગસ ‘Axis.apk’ એપથી ફેક ડીમેટ એકાઉન્ટ બનાવી રોકાણના નામે ઠગાઈ કરવામાં આવી હતી. તપાસમાં દેશભરમાં 29 ફરિયાદો અને ₹16.13 કરોડથી વધુની છેતરપિંડી સામે આવી.
સચિન ચાર રસ્તા નજીક એ વન બોમ્બે બિરિયાની હોટલની બાજુમાં દારૂના કથિત વેપારની ચર્ચા. મિતલ નામના વ્યક્તિને લઈને સ્થાનિક સ્તરે ચર્ચા, જોકે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ નથી. પોલીસ તપાસ બાદ હકીકત સ્પષ્ટ થઈ શકે છે.
નવસારીમાં ઓડી કારની ટક્કરે અરૂણભાઈ ઉપાધ્યાયનું મોત
એરૂ ચાર રસ્તા-ગાંધીબ્રિજ રોડ પર ગંભીર અકસ્માત
અકસ્માત બાદ કારચાલક ફરાર થયો હતો
જલાલપુર પોલીસે શિવાંગ પટેલ સહિત બેની ધરપકડ કરી
બેફામ ડ્રાઇવિંગ સામે કડક કાર્યવાહીની માંગ
સારોલીના શ્યામ સંગિની ટેક્સટાઇલ હબ-બીમાં ફરી આગ

અગાઉ પણ માર્કેટમાં આગની ઘટના બની હતી

આગને પગલે અફરાતફરીનો માહોલ

ફાયર વિભાગે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી

આગનું કારણ અને નુકસાનની વિગતો હજુ સામે આવી નથી
સુરતના ડિંડોલીમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી.
રાહદારી પાસેથી મોબાઈલ છીનવી આરોપી ફરાર થવા લાગ્યો.
સ્થાનિકોએ 500 મીટર સુધી પીછો કરી આરોપીને ઝડપી લીધો.
ચોરાયેલો મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યો.
ડિંડોલી પોલીસે આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી.
🔴 ડિંડોલી-ભેસ્તાન રોડ પર મોબાઈલ સ્નેચિંગની ઘટના
🔴 મોબાઈલ છીનવી આરોપીએ ભાગવાનો કર્યો પ્રયાસ
🔴 સ્થાનિકોએ બહાદુરી બતાવી આરોપીને ઝડપી પાડ્યો
🔴 500 મીટર સુધી પીછો કરી આરોપીને ઝડપી લીધો
🔴 ડિંડોલી પોલીસે આરોપીને કબજે લઈ તપાસ શરૂ કરી