₹3000 કરોડના ડ્રgસ સાથે પકડાયેલી પાકિસ્તાની ટ્રોલર નારગોલ બંદરે લવાઈ: ઉમરગામ મરીન પોલીસે લીધો કબજો
અરબી સમુદ્રમાંથી ગુજરાત ATS દ્વારા ₹3,000 કરોડથી વધુના ડ્રgસ સાથે પકડાયેલી પાકિસ્તાનની ‘આઝાદ’ નામની શંકાસ્પદ ટ્રોલર શુક્રવારે સવારે 6 વાગ્યે વલસાડ જિલ્લાના નારગોલ બંદરે લાવવામાં આવી છે. મુંબઈ ખાતે અપૂરતી જગ્યા હોવાના કારણે આ બોટને નારગોલ ખસેડવામાં આવી હતી. તપાસ અર્થે મુંબઈમાં સુરક્ષા દળોએ બોટની જીપીએસ (GPS) સિસ્ટમ કાઢી લીધી હોવાથી સ્થાનિક જાણકાર માછીમારોની વિશેષ મદદ લઈને જીપીએસ વગર જ બોટને દરિયાઈ માર્ગે નારગોલ લાવવામાં આવી હતી.
આ ટ્રોલરમાં આશરે ₹5 લાખનું ડીઝલ ભરેલું હોવાનું જાણવા મળ્યું છે. વલસાડ SOG અને ઉમરગામ મરીન પોલીસે બોટનો કબજો મેળવી તેમાંથી બે જનરેટર સહિત અન્ય કિંમતી સામાન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. પાકિસ્તાની બોટ નારગોલ બંદરે લાંગરવામાં આવતાં જ તેને જોવા માટે સ્થાનિક લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.
વધુ સમાચારો અને માહિતી મા�
Vapi, Valsad | Oct 3, 2026