ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન: દરિયામાંથી ₹3000 કરોડનું ડ્રgસ ઝડપાયું, 5 પાકિસ્તાની નાગરિકો ઝડપાયા; બોટને નારગોલ બંદરે લવાઈ
ગુજરાત એન્ટી-ટેrરિસ્ટ સ્ક્વોડ (ATS), સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી અને ભારતીય કોસ્ટ ગાર્ડે અરબી સમુદ્રમાં એક સંયુક્ત હાઈ-સી ઓપરેશન પાર પાડીને આંતરરાષ્ટ્રીય ડ્રgસ તસ્કરી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. લક્ષદ્વીપના પશ્ચિમ દરિયાઈ વિસ્તારમાંથી એક શંકાસ્પદ ઈરાની બોટને આંતરીને આશરે 526 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાવાળું હેરોઈન અને મેથામ્ફેટામાઈન જપ્ત કરવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ₹3,000 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે.
ગુપ્ત બાતમીના આધારે કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા દરિયાઈ અને હવાઈ સર્વેલન્સ ગોઠવી પીછો કર્યા બાદ 25 સપ્ટેમ્બરના રોજ બોટનું ટેક્ટિકલ બોર્ડિંગ કરવામાં આવ્યું હતું અને બોટમાં સવાર 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ પકડાયેલી બોટને વલસાડ જિલ્લાના નારગોલ દરિયા કિનારે (બંદરે) પાર્ક કરી આગળની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે ક્રૂ અને મુદ્દામાલ અંગે મુંબઈ ખાતે સંયુક્ત પૂછપરછ ચાલી રહી છે. દરિયાઈ માર્ગે ચાલતા આ મોટા ડ્ર*ગ નેટવર્કના ફંડિંગ અને સ્થાનિક કનેક્શન અંગે સુરક્ષા એજન્સીઓએ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Oct 3, 2026