Public App Logo
દાહોદમાં 20 ઓગસ્ટે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું દાહોદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી 20 ઓગસ્ટ, ગુરુવારના રોજ દાહોદની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં ધોરણ 10 અને 12 પાસ, ITI, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ તેમજ અન્ય લાયકાત ધરાવતા મહિલા અને પુરુષ ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે. ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ વિવિધ જગ્યાઓ માટે 18થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લઈ શકશે. ઉમેદવારોની પ્રાથમિક પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે અને પસંદગી બાદ ઓફર લેટર આપવામાં આવશે. ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, જરૂરી દસ્તાવેજો અને બાયોડેટા સાથે હાજર રહેવાનું રહેશે. આ રોજગાર ભરતી મેળો 20 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યાથી નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદ ખાતે યોજાશ� - Dohad News