દાહોદ જિલ્લામાં કાળી 2 ડેમમાં 91.80% પાણીની આવક થઈ
આજે તારીખ 17/08/2026 સોમવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ
દાહોદ જિલ્લામાં સારા વરસાદને પગલે કાળી-2 ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હાલમાં કાળી-2 ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 91.80% સુધી ભરાયો છે.
મળતી માહિતી અનુસાર કાળી-2 ડેમની મહત્તમ જળસપાટી 257 મીટર છે, જ્યારે હાલમાં ડેમમાં પાણીની સપાટી 254.90 મીટર સુધી પહોંચી છે. સતત વરસાદના કારણે ડેમમાં પાણીની આવક યથાવત રહેતા જળસંગ્રહમાં નોંધપાત્ર વધારો થયો છે.
Dohad, Dahod | Aug 17, 2026