નખત્રાણા: વર્ષોની લડાઈ બાદ હાજીપીર રોડ બનીને તૈયાર: લુડવા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ જબાર જતે ખુશી વ્યક્ત કરી આભાર માન્યો
વર્ષોની લાંબી લડાઈ અને આંદોલનો બાદ આખરે હાજીપીર રોડનું કામ પૂર્ણ થઈ જતાં સ્થાનિક લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લુડવા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ જબાર જતે આ અંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ માર્ગ ચાલુ થવાથી સ્થાનિક રહીશોને મોટો ફાયદો થશે.