અમરેલી | રાજુલામાં બેફામ ઇનોવા કારે બાઈક અને ટ્રાવેલ્સ બસને ટક્કર મારી
ઇનોવા કારચાલકે બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઓવર સ્પીડમાં કાર હંકારી
બાઈક સવાર બે યુવાનોને અડફેટે લેતા સામાન્ય ઈજાઓ પહોંચી
ત્યારબાદ ટ્રાવેલ્સ બસને પણ સાઈડના ભાગે ટક્કર મારી
અકસ્માત બાદ કારચાલક ઇનોવા લઈને હિંડોરણા રોડ તરફ ફરાર થયો
રાજુલા પોલીસની 112 ટીમે કારનો પીછો શરૂ કર્યો
પોલીસની ત્રણથી ચાર ગાડીઓએ આશરે 40 કિમી સુધી પીછો કર્યો
રાજુલાથી હિંડોરણા, ભેરાઈ, ભચાદર, વડ અને છતડીયા તરફથી કાર દોડી
સ્થાનિક લોકો પણ પોલીસની મદદ માટે જોડાયા
અંતે કાગવદર ગામ નજીકથી ઇનોવા કારને અટકાવી ચાલક ઝડપાયો
ઇનોવા કારચાલક પ્રદીપ મંગળુભાઈ ધાખડાની ધરપકડ
અકસ્માત બાદ ઇનોવા કારને પણ મોટા પ્રમાણમાં નુકસાન
કારચાલક ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો અને અકસ્માતના કારણ અંગે પોલીસ તપાસ
સમયસર કારચાલક ઝડપાતા વધુ મોટી દુર્ઘટના ટળી હોવાનું પોલીસનું માનવું
#krantisamaynews #krantisamay #amreli #gujarat
Udhna, Surat | Sep 28, 2026