#navsari #tagnavsari
નવસારી જિલ્લા કક્ષાનો ૮૦મો સ્વાતંત્ર્ય દિન સમારોહ વાંસદાના ગાંધી મેદાન ખાતે કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને ભારે ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં યોજાયો હતો. કલેક્ટરશ્રીએ ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યું અને પૂર જેવી આપત્તિમાં સરાહનીય બચાવ કામગીરી, રૂ. ૨૩.૭૦ કરોડથી વધુની સહાય ચૂકવણી, 'સ્કીમ સેચ્યુરેશન' મિશન, અને 'બોલેગા બચપન' જેવી જનહિતલક્ષી પહેલોનો ઉલ્લેખ કરીને વિકસિત અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે સૌને સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે રૂ. ૨૫ લાખનો વિકાસ ગ્રાન્ટ ચેક અર્પણ કરાયો, ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર ૭૦થી વધુ નાગરિકો-અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું, તથા સાંસ્કૃતિક કાર્યક્રમો, માર્ગ સલામતી પ્રતિજ્ઞા અને વૃક્ષારોપણ સાથે ઉજવણી સંપન્ન થઈ.