નવસારી
નવસારી બસ ડેપો નજીક અકસ્માત, ST બસ અડફેટે એકનું મોત
વાપીથી કાલિયાકુવા જતી ST બસના ચાલકે ડેપોમાં વળતી વખતે સર્જ્યો અકસ્માત
ડેપોમાં પ્રવેશતી વખતે અચાનક રસ્તા પર આવેલા ભિક્ષુકને બસે લીધો અડફેટે
બસનું પાછલું ટાયર ફરી વળતા ભિક્ષુકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
ઘટનાની જાણ થતાં નવસારી ટાઉન પોલીસ અને ડેપો મેનેજમેન્ટનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી
Navsari, Navsari | Aug 16, 2026