🚨 જામનગરના લાખોટા તળાવમાં છેલ્લા બે દિવસમાં 11 કાચબાના મૃતદેહ મળી આવતા તંત્રમાં દોડધામ મચી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે સ્થળ પર તપાસ કરી પાણીના સેમ્પલ લીધા છે.
• પાણીના પ્રાથમિક પરિમાણોની તપાસ બાદ હેવી મેટલ્સ સહિતની ચકાસણી માટે સેમ્પલ ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલાશે. કાચબાના મોતનું ચોક્કસ કારણ જાણવા મત્સ્ય વિભાગની પણ મદદ લેવામાં આવશે.
• પ્રાથમિક તપાસમાં તળાવમાં બહારથી દૂષિત પાણી આવતું હોવાનું જણાયું નથી. જોકે, તળાવ આસપાસ પ્લાસ્ટિકની બોટલો અને ઘરગથ્થુ કચરો જોવા મળ્યો છે. તંત્રએ લોકોને જળાશયોમાં કચરો ન ફેંકવા અને જળસ્ત્રોતોને સ્વચ્છ રાખવા અપીલ કરી છે.
[ jamnagar, jamnagar news, lakhota lake, talav ni par, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #lakhotalake #jamnagar_gujarat #jukeganahijamnagar
Rajkot, Rajkot | Aug 17, 2026