આઝાદી કાજ પ્રાણ ન્યોછાવર કરનાર અમર શહીદોને કોટિ-કોટિ વંદન સાથે નવસારી મહાનગરપાલિકા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિશાળ પ્રભાતફેરી અને શહીદોની પ્રતિમાઓને પુષ્પવંદના બાદ દુધિયા તળાવ સ્થિત સરદાર પટેલ ભવન ખાતે માનનીય મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય (IAS), ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ, સ્થાયી સમિતિ ચેરમેન મુકેશ અગ્રવાલ સહિતના પદાધિકારીઓ અને નગરજનોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ પ્રોગ્રામમાં મેયરશ્રીએ શહેરના વિકાસની રૂપરેખા આપી તાજેતરના પૂરમાં નવસારીના લોકોએ દર્શાવેલી એકતા અને ખુમારીને બિરદાવી હતી. આ પ્રસંગે વિવિધ શાળાઓના બાળકોએ 'રાણો સિંઘો રાજ રે' ગરબો, ડાંગી નૃત્ય, પિરામિડ અને દેશભક્તિ ગીતો જેવા મનોહર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જ્યારે પૂરની હોનારતમાં જીવ જોખમે કામ કરનાર ફાયર વિભાગના જવાનો, સફાઈ સાથીઓ અને શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન