નખત્રાણા: કચ્છના હાજીપીર રોડ પર ઉદ્ઘાટન પહેલાં જ પડી તિરાડો: ભારે વાહનોની અવરજવર તાત્કાલિક બંધ કરવા માંગ
કચ્છના મહત્વના હાજીપીર રોડનું નિર્માણ કાર્ય અંદાજે ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ચાલી રહ્યું છે, પરંતુ રોડનું કામ હજુ પૂર્ણ થયું નથી ત્યાં જ વિવાદ સામે આવ્યો છે. અધૂરા અને કાચી સ્થિતિમાં રહેલા આ રોડ પરથી મીઠું તથા પવનચક્કી પ્રોજેક્ટના ભારે અને અતિભારે વાહનો પસાર થતાં રોડમાં મોટી તિરાડો પડી નુકસાન થવા લાગ્યું છે.