સુરત બ્રેકિંગ | ડુમસમાં ફાર્મહાઉસ પર દારૂની પાર્ટી ઝડપાઈ
ડુમસના બાપુજીની વાડી ખાતે 14 ઓગસ્ટની મોડી રાત્રે જન્મદિવસની હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસે દરોડો પાડ્યો.
પોલીસની કાર્યવાહી દરમિયાન દારૂ-બિયરની મહેફિલ માણી રહેલા 8 મહિલાઓ સહિત 20થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી.
તમામને મેડિકલ તપાસ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા.
ડુમસ પોલીસે સમગ્ર કાર્યવાહી દરમિયાન ₹35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
ડુમસ વિસ્તારમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી સામે પોલીસની મોટી કાર્યવાહીથી ચકચાર મચી છે.
Udhna, Surat | Aug 15, 2026