સુરતના ઝંખવાવમાં જમીન સંપાદનના મુદ્દે અસરગ્રસ્ત ખેડૂતોએ સુરત કલેક્ટર કચેરીએ મોરચો યોજી વિરોધ નોંધાવ્યો. ખેડૂતો દ્વારા NH-56 બાયપાસ, કોસંબા-ઉમરપાડા રેલવે લાઈન અને જેટકોના વીજ ટાવર સહિત ચાર સરકારી પ્રોજેક્ટ સામે રજૂઆત કરવામાં આવી. 6.5 હેક્ટર જમીન સંપાદનથી 23 પરિવારોના 93 સભ્યો અસરગ્રસ્ત થવાનો ખેડૂતોનો દાવો છે. ગ્રામસભાની મંજૂરી વગર જમીન સંપાદન ન કરવા માંગ સાથે એક મહિનામાં ઉકેલ નહીં આવે તો અનિશ્ચિત ધરણાંની ચીમકી અપાઈ છે.
#Surat #LandAcquisition #FarmersProtest #NH56 #HumDekhengeNews