સુરતમાં ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા પડતર માંગણીઓને લઈને માસ સી.એલ. કાર્યક્રમ યોજાયો છે. રાજ્યભરમાંથી અંદાજે 8 હજાર મહેસૂલી કર્મચારીઓ માસ સી.એલ. પર ઉતરી સરકાર સામે શાંતિપૂર્ણ વિરોધ નોંધાવી રહ્યા છે. 14 જેટલી માંગણીઓના નિરાકરણની કર્મચારીઓએ માંગ કરી છે. કરણસિંહ પરમારે જણાવ્યું કે 7 ઓક્ટોબર બાદ માંગણીઓ નહીં સંતોષાય તો કર્મચારીઓ હડતાળ પર ઉતરશે.
#Surat #RevenueEmployees #MassCL #EmployeeProtest #HumDekhengeNews