અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે બેફામ ઝડપે દોડતી કારે ગમખ્વાર અકસ્માત સર્જ્યો છે. પકવાન તરફથી આવતી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્વિસ રોડ પર પડેલી ઈનોવા, i20 અને BMW કારને જોરદાર ટક્કર મારી હતી. કારમાં છ લોકો સવાર હતા અને અમરાઈવાડીના હિમાંશુ નામના ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સ્વીકાર્યું છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ SG-2 ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે.
#Ahmedabad #IskconBridge #CarAccident #TrafficPolice #HumDekhengeNews