નખત્રાણા: નખત્રાણા પંથકમાં પશ્ચિમ કચ્છ LCBની મોટી કાર્યવાહી: બાવળની ઝાડીઓમાં ચાલતા દારૂના કટીંગ પર દરોડો પાડી રૂ. 58.37 માલ જપ્ત
પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે બાતમીના આધારે નખત્રાણા પંથકમાં દારૂ માફિયાઓ સામે એક મોટું સફળ ઓપરેશન પાર પાડ્યું છે. નખત્રાણા-મંગવાણા રોડ પર આવેલી વડવા કાયા ગામની સીમમાં બાવળની ઝાડીઓમાં દારૂ ભરેલી ટ્રકમાંથી કટીંગ ચાલી રહ્યું હતું, તે જ સમયે એલસીબીની ટીમે અચાનક દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસને દારૂનું કટીંગ થાય તે પહેલાં જ સફળતા મળી હતી.