દાહોદ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને શાખા અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ
દાહોદ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કક્ષાની વિવિધ શાખાના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ વહીવટી અને વિકાસલક્ષી કામગીરીની પ્રગતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન કોર્ટ કેસો, RTI અરજીઓ તેમજ ખાતાકીય અને પ્રાથમિક તપાસને લગતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તકેદારી આયોગને લગતા કેસો તથા CMO ગ્રીવેન્સ હેઠળ મળતી અરજીઓના નિકાલ અંગે પણ અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવવામાં આવી હતી.
આ ઉપરાંત બાકી રહેલા પેન્શન કેસોની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. પેન્શન સંબંધિત કેસોનો સમયસર નિકાલ થાય અને નિવૃત્ત કર્મચારીઓને જરૂરી લાભ મેળવવામાં વિલંબ ન થાય તે માટેની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં નાની સિંચાઈ વિભાગ, બાંધકામ શાખા, ICDS તેમજ શિક્ષણ શાખા હેઠળ ચાલી રહેલી વિવ