EMRS ગરબાડામાં NEET કોચિંગ ક્લાસની સુવિધા શરૂ
દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં સિનિયર અને બોર્ડના વિદ્યાર્થીઓ માટે NEETની તૈયારી માટે કોચિંગ ક્લાસની સુવિધા શરૂ કરવામાં આવી છે.
NESTS, નવી દિલ્હી તથા પૂર્વ-નવોદય ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ આ કોચિંગ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ શાળાના વિદ્યાર્થીઓને NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ગુણવત્તાયુક્ત માર્ગદર્શન અને અભ્યાસની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે.
કોચિંગ ક્લાસના માધ્યમથી ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને NEET પરીક્ષાના અભ્યાસક્રમ, વિષયવાર તૈયારી, પ્રશ્નપત્રની સમજ અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવશે. વિદ્યાર્થીઓને શાળાના અભ્યાસ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જરૂરી શૈક્ષણિક વાતાવરણ મળી રહે તે દિશામાં આ સુવિધા મહત્વપૂર્ણ બની રહેશે.
EMRSમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓને તબીબી ક્ષેત્ર સહિત ઉચ્ચ શિક્ષણની વિવિધ ત