નશાબંધી સપ્તાહ - ૨૦૨૬’ અંતર્ગત નશાબંધી અને આબકારી અધિક્ષક કચેરી, દાહોદ દ્વારા લીમખેડાની નાની વાવ પ્રાથમિક શાળા ખાતે નશાબંધી અને વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
સામાજિક જાગૃતિ લાવવાના અને સ્વસ્થ સમાજ નિર્માણના ઉદ્દેશ્ય સાથે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા સ્થિત નાની વાવ પ્રાથમિક શાળા ખાતે ‘નશાબંધી સપ્તાહ - ૨૦૨૬’ અંતર્ગત નશાબંધી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નશાબંધી અને આબકારી અધિક્ષક કચેરી, દાહોદ દ્વારા આયોજિત આ ‘નશાબંધી અને વ્યસનમુક્તિ’ જાગૃતિ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ તેમજ ગ્રામજનો મળીને આશરે ૩૫૦ જેટલા લોકો ઉત્સાહભેર જોડાયા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વક્તાઓએ નશાના લીધે થતા શારીરિક, માનસિક અને આર્થિક દુષ્પરિણામો વિશે ગ્રામજનો અને વિદ્યાર્થીઓને સરળ ભાષામાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બાળકોમાં નાનપણથી જ વ્યસનમુક્તિ પ્રત્યે સંસ્કાર સીંચાય તે હેતુથી એક ચિત્ર સ્પર્ધાન�
Dohad, Dahod | Oct 4, 2026