શ્રી મહાકાલ ઠાકુર ગ્રુપ દ્વારા ૧૧મી ઓક્ટોબરથી 'શિવશક્તિ પારિવારિક નવરાત્રી મહોત્સવ'નું ભવ્ય આયોજન
આદ્યાશક્તિ મા અંબાની આરાધનાના પર્વ નવરાત્રી નિમિત્તે શ્રી મહાકાલ ઠાકુર ગ્રુપ દ્વારા સતત ત્રીજા વર્ષે 'શિવશક્તિ પારિવારિક નવરાત્રી મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. જૂના ઇન્દોર રોડ પર આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટ-૨ ખાતે આગામી ૧૧મી ઓક્ટોબરથી આ મહોત્સવનો શુભારંભ થશે.
Dohad, Dahod | Oct 4, 2026