દાહોદ તાલુકાના ખરોડ ગામના ખાખરી ડુંગરી ફળિયામાં અજગરનું સફળ રેસ્ક્યુ
દાહોદ તાલુકાના ખરોડ ગામના ખાખરી ડુંગરી ફળિયા વિસ્તારમાંથી એક અજગર મળી આવ્યો હતો, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. વસ્તીવાળા વિસ્તારમાં અજગર આવી ચઢતા લોકો તાત્કાલિક સાવચેત થઈ ગયા હતા અને રેસ્ક્યુ ટીમને તેની જાણ કરવામાં આવી હતી.સૂચના મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ અજગરને સુરક્ષિત રીતે પકડી પાડવામાં (રેસ્ક્યુ) સફળતા મેળવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે નુકસાન થયું ન હતું. વન વિભાગ દ્વારા અજગરને સુરક્ષિત રીતે તેના કુદરતીવાસ એટલે કે જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Dohad, Dahod | Oct 2, 2026