ખંભાત: પાધરીયા વિસ્તારમાં પોલીસ પર કરાયેલા પથ્થરમારાંમાં 54 સામે નામજોગ અને 30ના ટોળાં સામે ગુનો નોંધાયો, 24 ઈસમોની અટકાયત
Khambhat, Anand | Sep 29, 2026 ખંભાતના પાઘરીયા વિસ્તારમાં પાસા હેઠળ અટકાયતમાં લેવાના આરોપીને પકડવા ગયેલી આણંદ LCB પોલીસની ટીમ પર સ્થાનિક ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે કુખ્યાત આરોપી અક્ષય ઉર્ફે લલ્લો નગીનભાઈ ચુનારા સ્થળ પરથી મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો. જોકે, તેના મળતિયાઓ અને સમર્થકોએ પોલીસ પર અચાનક પથ્થરમારો કરતાં અફરાતફરી મચી હતી.તકનો લાભ ઉઠાવી આરોપી પોલીસની પકડમાંથી નાસી છૂટ્યો હતો.આ અંગે 54 નામજોગ અને 30 જાણ્યા સામે ગુનો નોંધ્યો