સિહોર: સિહોરમાં ગણપતિ બાપ્પાના વિસર્જનની ધામધૂમ.સોનગઢના એકલિયા મહાદેવ ખાતે વિસર્જન કરવામાં આવી રહ્યું છે.
સિહોરમાં ગણપતિ બાપ્પાના વિસર્જનની ધામધૂમ સિહોર શહેરમાંથી વિવિધ વિસ્તારોની ગણપતિજીની પ્રતિમાઓનું સોનગઢના એકલિયા મહાદેવ ખાતે વિસર્જન કરવામાં આવી રહ્યું છે.ઢોલ-નગારા અને ડીજેના તાલે ભક્તો ગણપતિ બાપ્પાને ભાવભીની વિદાય આપી રહ્યા છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકલિયા મહાદેવ ખાતે ઉમટી પડ્યા, સમગ્ર વાતાવરણ ગણપતિ બાપ્પાના જયઘોષથી ગુંજી ઉઠ્યું.