ગણદેવી પોલીસની મોટી કાર્યવાહી: ટાટા એસમાં છુપાવેલો 1,152 નંગ દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો
ગણદેવી પોલીસ સ્ટેશન ટીમે ખારેલ ઓવરબ્રિજ નીચે વોચ ગોઠવી ટાટા ACE ગોલ્ડ ટેમ્પોમાં હેરાફેરી કરાતો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ કુલ 1,152 નંગ બોટલ/બીયર ટીન, કિંમત રૂ.3,40,800 અને કુલ 299.52 લીટર પ્રોહિબિશન મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે દારૂ સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.5,95,800નો મુદ્દામાલ કબજે કરી આરોપીને ઝડપી ગણદેવી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
#navsari #navsarinews #tagnavsari #gujaratnews