Public App Logo
દાહોદ તાલુકાના લીમડાબરા ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચાંદીના દાગીના કિંમત રૂપીયા ૩૨,૫૦૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. દાહોદના લીમડાબરા ગામે વાંકીયા ફળિયામાં રહેતાં તેજાભાઈ કમજીભાઈ મેડા તથા તેમના પરિવારજનો ગત તારીખ ૧૧.૦૬.૨૦૨૬ના રોજ પોતાના પતરાવાળા મકાનને તાળુ મારી ધાબાવાળા મકાનની બહાર ખાટલા ઢાળી પરિવારજનો મીઠીં નીંદર માળી રહ્યાં હતાં ત્યારે વહેલી સવારે પરિવારના સદસ્ય મંજુબેન પોતાના પતરાવાળા મકાન તરફ જતાં પતરાવાળા મકાનનું તાળુ તુટેલ હાલતમાં હતું અને મકાનની અંદર સરસામાન વેરવિખેર હાલતમાં હતું. આ બાદ તેઓએ મકાનમાં તપાસ કરતાં જેમાં ચાંદીના દાગીના કિંમત રૂપીયા ૩૨,૫૦૦ની મત્તાના ચાંદીના દાગીના કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ નાસી ગયાં હોવાનું જાણવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટના ત્રણ માસ પહેલા બનવા પામી હતી અને તેની ફરિયાદ ગતરોજ કતવારા પોલીસ મથકે નોંધાંતાં � - Dohad News