અમરેલી શહેર: અમરેલીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન: મંત્રી અને ધારાસભ્યએ સાવરણા પકડી કર્યું શ્રમદાન
Amreli City, Amreli | Oct 1, 2026
અમરેલીમાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત સોમનાથ મંદિરથી પાણી દરવાજા સુધી વ્યાપક સફાઈ ઝુંબેશ યોજાઈ. રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા અને સાંસદ ભરતભાઈ સુતરીયા સહિતના પદાધિકારીઓએ શ્રમદાન કરી શહેરને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ બનાવવા અપીલ કરી.