સિહોર: ગુંદાળા.(ટાણા) ના વેપારી નેસોપારીના વેપારના નામે વેપારી સાથે લાખોની છેતરપિંડીનો આક્ષેપ.4.20લાખ ની ફરિયાદ
સિહોર.સોપારી મોકલવાનું કહી વેપારી પાસેથી અલગ-અલગ તબક્કે લાખો રૂપિયા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હોવાની ફરિયાદ સામે આવી છે. ફરિયાદ મુજબ, રકમ મેળવ્યા બાદ સોપારીનો જથ્થો મોકલવામાં આવ્યો ન હતો અને બાદમાં આરોપી તરફથી ફોન પર યોગ્ય જવાબ નહીં મળતાં વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો હતો.છેતરપિંડી સહિતની કલમો હેઠળ તપાસ હાથ ધરી છે. બેંક ખાતા, મોબાઇલ નંબર અને નાણાકીય વ્યવહારોની તપાસ બાદ સમગ્ર હકીકત બહાર આવે તેવી શક્યતા છે.