તારમી ગામના પૂર્વ સરપંચને ચેક રિટર્ન કેસમાં સજા
દાહોદ જિલ્લાની ઝાલોદ કોર્ટનો 9.80 લાખના કેસમાં 2 વર્ષની કેદ અને ડબલ રકમ વળતર ચૂકવવાનો આદેશ
ઝાલોદ કોર્ટે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળના ચેક રિટર્ન કેસમાં ચુકાદો આપ્યો છે. જજ નેહારીકા રાઘવની કોર્ટે તારમી ગામના પૂર્વ સરપંચ હરેશભાઈ નાથાભાઈ બારીયાને દોષિત ઠેરવી 2 વર્ષની સાદી કેદની સજા આપી.
હરેશભાઈએ અજય મશીનરીના પ્રોપરાઈટર હીમ્મતભાઈ કલાલ પાસેથી 9,80,000 રૂપિયાની સામગ્રી ઉધાર લીધી હતી. આ નાણાં માટે આપેલ ચેક બેંકમાં પૂરતા પૈસા ન હોવાથી બે વખત રિટર્ન થયો. નોટિસ છતાં નાણાં ન ચૂકવાતા કેસ દાખલ કરાયો. અદાલતે હરેશભાઈને દોષિત ઠેરવી 2 વર્ષની સાદી કેદની સજાનો આદેશ કર્યો. કલમ 357 મુજબ, તેમને 19,60,000 રૂપિયા વળતર તરીકે 30 દિવસમાં ચૂકવવા પડશે. રકમ ન ચૂકવાય તો વધુ 6 મહિનાની સાદી કેદ ભોગવવી પડશે. ચુકાદા વખતે આરોપી હાજર ન હોવાથી, અદાલતે તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યુ કરવાનો આદેશ કર્યો.
Dohad, Dahod | Sep 30, 2026