એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, ખરેડી ખાતે ‘વિકસિત ભારત અને પોષણ માસ’ અંતર્ગત સેમિનાર યોજાયો
દાહોદ,
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ નિમિત્તે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, ખરેડી કેમ્પસ ખાતે ‘વિકસિત ભારત અને પોષણ માસ’ વિષય પર વિશેષ પ્રેરણાદાયી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત બંને મહાનુભાવોના ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, જી.એલ.આર.એસ. અને મોડેલ સ્કૂલના આશરે ૨૫૦ વિદ્યાર્થીઓ, આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રથમ સત્રમાં મુખ્ય વક્તા મુંબઈની હિન્દુજા કોલેજના આસિસ્ટંત પ્રોફેસર ડૉ. રશ્મિબેન મૌર્યએ ‘વિકસિત ભારતમાં વિદ્યાર્થીઓની ભૂમિકા’ વિષય પર વક્તવ્ય આપતાં વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજી શીખવા, સર્જનાત્મક વિચારસરણી વિકસાવવા અને મહાન નેતાઓના મૂલ્યો અપનાવી દેશના નિર્માણમાં યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા.
બીજા સત્રમાં જિલ્લા આયુર્વેદ અધિકારી અને ICDS પ્રોગ્રામ ઓફિસર ડૉ. સુધીરભાઈ જોષીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધીને કિશોરાવસ્થામાં પોષણ, સંતુલિત આહાર, સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલીનું મહત્વ સમજાવ્યું હતું.
આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, સ્વાસ્થ્ય જાગૃતિ અને આત્મવિશ્વાસનો સંચાર થયો હતો.
#DahodLive #GujaratNews #DahodUpdates
દાહોદ સમાચાર, દાહોદ ન્યૂઝ, Dahod News, Dahod Live, ગુજરાત સમાચાર, દાહોદ અપડેટ, દાહોદ લેટેસ્ટ ન્યૂઝ, Dahod Latest News, Dahod Breaking News
Garbada, Dahod | Oct 2, 2026