સેવા સેતુ અંતર્ગત ધાનપુર તાલુકાના દુધામલી ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામલી ગામે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પશુ આરોગ્ય મેળા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગૌપૂજા કરીને કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ગમાબેન મોહનિયા, સરપંચશ્રીઓ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પશુ આરોગ્ય મેળા દરમિયાન પશુપાલકોને પશુઓના આરોગ્ય અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ પશુઓની આરોગ્ય તપાસ અને જરૂરી સારવારની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોને તેમના ગામ નજીક જ પશુ આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ થાય અને પશુધનની તંદુરસ્તી જળવાઈ રહે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી ગ્રામજનો અને પશુપાલકોને વિવિધ સરકારી સેવાઓ તથા યોજનાઓનો લાભ સ્થાનિક સ્તરે સરળતાથી મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
#DahodLive #GujaratNews #DahodUpdates
દાહોદ સમાચાર, દાહોદ ન્યૂઝ, Dahod News, Dahod Live, ગુજરાત સમાચાર, દાહોદ અપડેટ, દાહોદ લેટેસ્ટ ન્યૂઝ, Dahod Latest News, Dahod Breaking News
Garbada, Dahod | Oct 2, 2026