સિહોર: સિહોર પંથકમાં 17 વર્ષીય સગીરા ગુમ
પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી, અજાણ્યા શખ્સ સામે સગીરાને લઈ જવાની આશંકા વ્યક્ત
સિહોર પંથકમાં 17 વર્ષીય સગીરા ગુમ થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવામાં આવી છે. પરિવારના જણાવ્યા મુજબ સગીરા અચાનક ઘરેથીગુમથઈહતીઅનેપરિવારજનોએ આસપાસના વિસ્તારમાં તેમજ સગા-સંબંધીઓમાં શોધખોળ હાથ ધરી હતી.ઘરે તપાસ કરતા સગીરાના આધારકાર્ડ, જન્મ પ્રમાણપત્ર, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, બેંક પાસબુક સહિતના કેટલાક દસ્તાવેજો તથા કપડાં પણ મળી આવ્યા ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.